English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*અખિલ ગુજરાત આદર્શ પતિ માટેની લેખિત પરીક્ષાનું પેપર ફુટી જતાં પતિઓમાં હાહાકાર*

*પ્રશ્નપત્ર*
-----------------------------------------
*(A) નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો - (૧૦ માર્ક)*

૧. લગ્નની વ્યાખ્યા આપો.
૨. પત્નીનું મગજ જ્યારે છટકે ત્યારે શું કરવું ?
૩. આજે સાંજે શું બનાવવું પ્રશ્ન પર પતિનો યોગ્ય જવાબ શું હોઇ શકે ?
૪. આજે શું પહેરું ? સમસ્યાનું સમાધાન કઈ રીતે આપશો ?
૫. સાળાના વખાણ કેવી રીતે કરશો ?

*(B) ટૂંક નોંધ લખો. (કોઈપણ બે) - (૧૦ માર્ક)*

૧. તમારી સાસુમા અને પત્નીનો દીર્ઘ મોબાઇલ વાર્તાલાપ.
૨. સ્વિત્ઝરલેન્ડ ને બદલે પત્નીને સાપુતારા લઈ જવાના કીમીયા વર્ણવો.
૩. શાકના કોળિયામાં આવેલા વાળ જોયા પછીની પતિની મનોદશા.
૪. સાળાના લગ્નની પૂર્વ તૈયારી મુદ્દાસર વર્ણવો.

*(C) આશરે ચારસો શબ્દોમાં નીચે ના કોઈ એક વિષય પર નિબંધ લખો. (૧૫ માર્ક)*

૧. 'તમારા ભાઈ તો સાવ ભોળા છે'
વાક્ય પાછળનો પત્નીઓનો સ્પષ્ટ આશય.
૨. પત્નીએ વાળ ઓળેલા દાંતિયાની આત્મકથા.

*(D) તફાવત આપી સ્પષ્ટ કરો - (20 માર્ક)*

૧. ભાઈ અને સાળાને અપાતી સહાય.
૨. મમ્મીની દાળ અને પત્નીની દાળ.

*(E) નીચેના વિધાનો ખરા-ખોટા કરો. (૧૨ માર્ક)*

૧. તમારામાં તો સહેજેય બુદ્ધિ જ નથી આવું પતિ કહે છે.
૨. પત્ની પ્રશ્ન પૂછે ત્યારે ટૂંકા અને મુદ્દાસર જવાબો આપવા જોઈએ.
૩. તમારા ભાઈ સાવ ભોળા છે.
૪. મારી વાઈફ ની રસોઇ એકદમ અફલાતૂન હોય છે.
૫. સાસરીયા ઘરે પધારે ત્યારે આપણે કેટલું કમાણાં છીએ તે કહેવું જ જોઈએ.
૬. તમારી દીકરીના પગલે હું બે પાંદડે થયો.

*(F) 'મારે બહુ માંગા આવતા હતા' કાવ્યના કવિનો ભાવ સ્પષ્ટ કરો (૮ માર્ક)*

*(G) ખાલી જગ્યા પૂરો. (૧૦ માર્ક)*
૧. પત્નીની વાતમાં હંમેશા ..... પૂરવી જોઈએ. (હા કે ના)
૨. પત્નીના પિયરમાંથી આવેલ દરેક વસ્તુ ના કાયમ ........... કરવા (વખાણ, નિંદા)
૩. બાજુવાળા બહેનની રસોઈના વખાણ કરવા એ દાંપત્યજીવન માટે લાંબા ગાળે ............. નીવડે છે (ઘાતક, ફાયદાકારક)
૪. સાળાને આપેલી............... કદી પાછી મળતી નથી. (સાંત્વના, લોન)

*(H) નીચેના પ્રયોગનું આકૃતિસહ વર્ણન કરો. (૧૦ માર્ક)*

૧. લગ્ન મંડપમાં જતી સોળ શણગાર સજેલી ચાલીસ કિલોની કન્યાની નામ-નિર્દેશ વાળી આકૃતિ દોરી સમજાવો.

(અથવા)
૨. લગ્નના વીસ વર્ષ પછી વોકિંગમાં જતી બરણી આકારની એંશી કિલોની પત્નીની આકૃતિ દોરી સમજાવો.

*(I) યોગ્ય જોડકા જોડો. (૫ માર્ક)*

(A) (B)
૧.ચાંદલાનો હેતુ ૧. સમદુખિયા
૨.સાઢુભાઈ ૨. નવું ટીવી
૩.લેંઘાનો નવો 3.પરભવનો
અવતાર લેણીયાત
૪.સાળો ૪. કીટી પાર્ટી
૫.પારકી પંચાત ૫. પ્લાઝો
--------------------------------------

તમો આ પ્રશ્નપત્ર ના 90% માર્કસ મેળવી શકતા હો તો તમો આદર્શ પતિ છો .

પેપર નિરીક્ષક તરીકે ( પોતાની ) પત્ની રાખવી જરૂરી છે...

*બેસ્ટ ઓફ લક*

English Shayri by બાબા સત્સંગી : 111131576
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now