*આત્મા_નો_make up*
આજના પ્રેકટીકલ અને ડિજિટલ યુગ માં 80% વ્યક્તિઓ પોતાનો સારો દેખાવ કરવા માટે મેકઅપ કરે છે,...જ્યારે પ્રાચીન સમય માં શરીર પર કરવામાં આવતા મુખોટાં ની જગ્યા પર આત્મા નો make up કરતા હતા.
જેમ મોઠાં પર powdar લગાડી કે અન્ય ક્રીમ લગાડી તેને ગોરું કરવા માટે પ્રયોગ કરવામાં આવે છે પણ અંતે તે શરીર ને નુકશાન પહોંચાડે છે પરંતુ જો આજ પ્રમાણે આપણી આત્મા પર મોહ રૂપી પાવડર તથા લાલચ રૂપી ક્રીમ ને સાફ કરવામાં આવે તો શરૂ ના દુઃખ બાદ અંતે ખૂબ જ લાભ દાયી નીવડે છે.
આજ નો માનવી અમુક જગ્યા એ ઢોર જેવો થઈ જાય છે...જ્યાં એક જાય ત્યાં બીજા પણ સાથે ચાલવા માંડે છે .
દા. ત...1 વ્યક્તિ તેનું સારું દેખાવ કરવા માટે જાત જાત ના નુસખા અપનાવે છે તે જોઈ ને બીજા પણ એ જ નુસખા આપનાવે છે અંતે દુઃખી થાય છે..હા , એવા પણ લોકો છે જે સારા વ્યક્તિ ના ગુણ અને વ્યક્તિત્વ નું પાલન કરે પણ એ બહુ ઓછા છે...
આ ક્ષણભંગુર શરીર જેની કોઈ ગેરંટી નથી તેનો make up કરી ક્ષણિક સુખ મેળવે છે અને મુખોટુ જેમ સમય જાય તેમ ઉતરે છે અથવા સમય જતાં તેની તારીફ ઓછી થઈ જાય છે..
પરંતુ જો આત્માનો સ્વચ્છ make up પોતા ના શરીર પર કરવાંમાં આવે તો શરૂ માં થોડું દુઃખ વેઠી ને સમય જતાં વધુ ને વધુ નિખરતો જાય છે.