Gujarati Quote in Funny by Taran_Goswami

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❛મેઘધનુષી રંગોમાં વીંટાયેલું એક નગર હોય
જ્યાં દરેક સરનામે સૂર અને કવિતાના ઘર હોય,

જ્યાં દરેક હૈયે રંગોળી અને ગુલાલ ભીતર હોય,
રંગસ્વરાથી શણગારેલું મારું ભાવનગર હોય.

જ્યાં રોજ સવારે રસ્તા ઉપર સુગંધ સામે મળે,
કોઈના માટે છાંયો લઇને દોડતો,
ગુલમ્હોર જેવો માણસ તમને રોજ ગળે મળે.

રોજ સવારે સ્કૂલ બસ બાળપણ ઊંચકીને દોડે,
નાની નાની લાગણીઓ વ્હાલભેર ચડે ઘોડે

જ્યાં કલા-સંગીત-કવિતાના ખેતર હોય,
રંગસ્વરાથી શણગારેલું મારું ભાવનગર હોય.

જ્યાં દિવસ પછી ને રાત પહેલા, હંમેશા સાંજ પડે,
ડૂબતો સૂરજ હાથ ફેલાવી મારા શહેરને અડે

ચેહરા ઉપર બગીચો ખીલે,ને આંખોમાં ફૂવારો હોય
શહેરના દરેક ફળિયામાં એક તુલસી ક્યારો હોય

જ્યાં આરતી ટાણે મંદિરમાં ખુદ ઈશ્વર હાજર હોય,
રંગસ્વરાથી શણગારેલું મારું ભાવનગર હોય.❜
- ડૉ.નિમિત ઓઝા

Gujarati Funny by Taran_Goswami : 111128376
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now