(પાછળ ની પોસ્ટ નું હવે વાંચો આગળ....)
આનંદીબેન ના મન માં ચાલતું તોફાન અશ્રુ સ્વરૂપે બહાર આવ્યું... એમણે બધી વાત કરી પોતાની દીકરી ને....
ત્યાર પછી પણ પેલી વ્યક્તિ ના ફોન અને મેસેજ શરૂ રહ્યા... મેસેજ માં એમને બ્લોકલીસ્ટ માં નાખ્યા અને એમના ફોન ઉપાડવાનું બંધ કર્યું.... તો બીજા નબરમાંથી એમણે ફોન કરવાનું શરૂ કર્યું....
અંતે એક વાર આ બધા થી થાકી ને આનંદીબેને કોઈ પણ જાત ની શરમ વગર એ વ્યક્તિ ને ખૂબ જ આકરા શબ્દો માં સંભળાવ્યું... ઘણા ન કહેવાના શબ્દો પણ કીધા... ખૂબ ગુસ્સો કર્યો.. અને સખત શબ્દોમાં ફરી ક્યારેય ફોન ન કરવાની ચેતવણી આપી...
થોડો સમય બધું બરોબર ચાલ્યું... ફરી એક વાર એ વ્યક્તિ એ આનંદીબેન ને સોશિયલ મીડિયામાં રિકવેસ્ટ મોકલી.... આ નફ્ફટ માણસ ને એમ પણ આનંદીબેને બ્લોક કર્યા...
સમય જતાં આનંદીબેને પોતાના પુત્ર ને આ બાબતે વાત કરી અને ઠપકો આપ્યો કે તે તારી ફરજ પુરી ન કરી... જ્યારે મને તારી જરૂર હતી ....પુત્ર એ આનંદીબેન ને સલાહ આપી કે તેઓ સોશિયલ મીડિયા બંધ કરી દયે.... જેથી એ વ્યક્તિ ફરી તેમનો કોન્ટેક્ટ ન કરી શકે....
શુ આ યોગ્ય સલાહ છે ???
આનંદીબેન નો વાંક ગણાય ??? કે એમને સોસિયલ મીડિયા બંધ કરવું પડે ???
ખરો વાંક કોનો ????? આપનો જવાબ જરૂર આપજો કોમેન્ટ માં....