Gujarati Quote in Blog by Parl Manish Mehta

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#moralstories

એક ધનિક વ્યક્તિ આજે એક પરમ સંત કે જે દરેકનું સંપૂર્ણ ભવિષ્ય જોઈ શકે છે તેમની પાસે જાય છે અને બીજું કાંઈ પૂછવાને બદલે સીધું જ એનું મૃત્યુ પૂછે છે. સ્વામીજી જવાબ આપતા કહે છે કે આજથી 2 દિવસ બાદ તમારું મૃત્યુ નક્કી છે. આ જાણી અને એ ધનિક સ્વામીજીને મૃત્યુનું કારણ પૂછે છે. તો સ્વામીજી જવાબ આપતા નથી અને જણાવે છે કે આ પ્રભુ ની ઈચ્છા છે જે બદલાય નહીં શકે .તેથી એના વિશે વિચારવા કરતા તમારી અંતિમ ઈચ્છા પૂર્ણ કરી લો.ત્યાર બાદ આ ધનિક ત્યાંથી જતો રહે છે.

ઘરે જઈ તે આ વિશે વિચારે છે અને સ્વામીજીનું વાક્ય યાદ કરે છે કે આ ઈશ્વરની ઈચ્છા છે.તેથી તે ઈશ્વરને પ્રસન્ન કરવા અન્ન-જળનો ત્યાગ કરી તપ કરવા લાગે છે.

2દિવસ બાદ સ્વામીજી તે ધનિકના ઘરે જાય છે અને એક સ્નેહીજનને કારણ પૂછે છે.તો તે ભૂખમરો જણાવે છે.તે જાણી સ્વામીજીને આઘાત લાગે છે કે ભવિષ્ય સાચું જ હતું પણ ધનિક વ્યક્તિ કેવી રીતે ભૂખમરાને કારણે મરી શકે ?! ત્યારે સ્નેહીજન પરિસ્થિતિ જણાવે છે.

સ્વામીજી હસતા મોઢે બોલી ઉઠે છે"નિમિત્ત હશે તે નર પામતા દેવો પણ ન ટાળી શકે કદાપિ"

મોરલ: વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત કાળ-સમયે નક્કી હોય છે બસ એ માટે ક્યારેક કોઈ વ્યક્તિ કે વસ્તુ નિમિત્ત બનતી હોય છે.

--પર્લ મહેતા

Gujarati Blog by Parl Manish Mehta : 111125092
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now