*કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે રાધા પણ નવ વર્ષનાં હતા…!*
*એ પછી કૃષ્ણ રાધાને મળ્યા જ નથી…*
*"ગયા તે ગયા જ"*
*હમણાં એક બહુ જ અદભૂત રચના વાંચી*
*લેખકનું નામ અજ્ઞાત છે પણ જેને આ લખી છે એને મારા પ્રણામ…*
*કાવ્યની પૂર્વભૂમિકા કૈક આવી છે*
*એકવાર સ્વર્ગમાં વિચરણ કરતા રાધા અને કૃષ્ણ સામસામે આવી ગયા.*
*રાધા કૃષ્ણને પૂછે છે : 'કેમ છો દ્વારકાધીશ..?*
*આ સાંભળીને કૃષ્ણ કહે : રાધા હું તને ખૂબ યાદ કરતો હતો.*
*તારી યાદમાં આંખમાંથી આંસુ આવી જતા હતા..!*
*રાધા જવાબ આપે છે મારે તને ક્યારેય યાદ કરવો પડ્યો નથી..!*
*જે ભૂલી જાય એને યાદ કરવું પડે..*
*હું તો તને ભૂલી જ નથી મને આંખમાં આંસુ પણ નથી આવ્યા..!*
*કારણ કે મારી આંખમાં તું જ હતો…*
*મને બીક લાગતી કે આંસુ આવશે તો આંખમાંથી તુંવહી જઈશ..*
*તને ખબર છે...*
*કાના માંથી દ્વારકાધીશ તું બન્યો એમાં તે કેટલું બધું ગુમાવ્યું છે…?*
*તે એક આંગળી ઉપર ભરોસો મુકીને સુદર્શન ચક્ર તો ચલાવ્યું…*
*પણ બીજી બધી આંગળીઓથી વાગતી વાંસળીને તું ભૂલી ગયો..*
*દ્વારકાધીશ અને કાનામાં શું તફાવત છે એ તને કહું..?*
*તું કાના જ રહ્યો હોત તો સુદામા ને ઘેર તું દોડીને ગયો હોત…*
*પણ..*
*દ્વારકાધીશ બન્યો એટલે સુદામા ને તારી પાસેઆવવું પડ્યું..*
*કાના…*
*તે ભગવત ગીતા લખી એમાં કયાં ય મારા નામનો તે ઉલ્લેખ કર્યો નથી..*
*છતાં ભગવત ગીતાના પાઠ પછી લોકો..*
*"રાધે રાધે…"*
*શું કામ બોલે છે..?*
*કાના..*
*તું યમુનાનાં મીઠા જળ છોડીને છેક દ્વારકાના દરિયાના ખારાં પાણી સુધી પહોંચ્યો..!*
*કાનામાંથી દ્વારકાધીશ બનવામાં તે ઘણું બધું ગુમાવ્યું છે…*
_*'..ને દ્વારકાધીશ કા'નો રડી પડ્યો..!'*_
*આજે જગત ના નાથ શ્રી કૃષ્ણ ના મુખે થી પ્રગટ થયેલી*
*"શ્રીમદભગવદગીતાજીનો જન્મ દિવસ છે"*
*તો ચાલો '' જય શ્રી કૃષ્ણ'' કહી આપણે સૌ વધાવી લઈએ જય દ્વારકાધીશ?????*