English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મારા પપ્પા :-
દરરોજ રાત્રે ૯ વાગ્યે મને ફોન કરે જ. એક દીવસ મને થયુ કે આજે હુ પપ્પા ને ફોન કરુ. એટલે મે નવ ને બદલે સાડા આઠ વાગ્યે ફોન કર્યો.*

*મમ્મી એ ફોન ઉપાડયો એટલે મમ્મી સાથે થોડીવાર વાત કરી મે પપ્પા ના સમાચાર પુછયા અને વાત કરાવવા કીધુ.*

*મમ્મી એ કહયુ કે હમણા જ ઓફીસ થી આવ્યા છે અને ફ્રેશ થવા ગયા છે, હુ બોલાવુ છુ હમણા...*

*એટલે મે કીધુ કે ના પેલા તમે બને જમી લો, ભુખ લાગી હશે. હુ એક કલાક પછી પાછો ફોન કરુ છુ.*

*મમ્મી એ કીધુ કે ના વાત કરી લે,એ તારી સાથે વાત કર્યા પેલા કયારેય નથી જમતા...*

*થોડી ક્ષણ માટે મારાથી અવાજ પણ ના નીકળ્યો. હુ ડઘાઈ ગયો કે પપ્પા ને મારા પ્રત્યે આટલો પ્રેમ!!!!!*

*કેટલીક વાર આપણાં માતા-પિતા ફકત આપણા અવાજ સાંભળવા જ ફોન કરતા હોય છે...*

*કેટલી એકલતા લાગતી હોય આપણાં વગર એ આપણે ના સમજી શકીયે. એમને દરેક તહેવાર આપણાં વગર જ મનાવવા પડે, પરંતુ આપણેે બધા તહેવાર આપણા મિત્રો સાથે આનંદ થી મનાવીયે છીએ.એમના વિશે વિચાર્યા વગર..*

*આપણી હાજરી માત્ર એમના માટે આનંદ દાયક છે, પણ આપણેે એની સાથે નથી રહી શકતા ( જુદા જુદા કારણો ને લીધે). જેને લીધે એ મનમા દુ:ખ અનુભવે પરંતુ એ આપણને કયારેય ખબર ના પડે.*

*તો આ એક સહેલા મા સહેલી વાત છે માતા-પિતા ને ખુશ રાખવાની... બીજુ કાંઇ ના થઇ શકે એમ હોય તો ફકત નીયમિત વાત કરો એમની સાથે જે એના માટે અમુલ્ય છે અને જીવન જીવવા માટે ની તાકાત છે...*

English Shayri by બાબા સત્સંગી : 111124456
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now