સપનાં તો આવે ઘણા
સાચા કોના પડે છે.
પ્રણય સંબંધ અનામ રહેવા બંધાય છે.
ઈચ્છા ક્યાં પુરી કરાય,
નસીબ નો પાસો કેવો ફેકાય છે.
માયા પાસ ને ભલે ખોટા કહીએ,
સાધુ સંતો થી પણ તેમાં ડુબાય છે.
પડદો ભલે પડયો હોય સમજ નો
લોકો ના મોં પર શાને ગરણા બંધાય ?
અંત ભલે સરખો હોય બધાનો
મુર્ખાઇ નો સડો કયાં જાય છે?
સલાહો તો સારી આપે બધાંને
ખુદ પર તેનો અમલ કેમ કરાય છે.
શૈમીડા ફરી ફરી એ ટેપ વાગ્યું જુઠ્ઠાણા નું
સત્ય ની કુંચી ને ક્યાં શોધાય છે.
"લબ્સ"
શૈમી ઓઝા.....