*જીવન કટાક્ષવાળી રચના.*
??????????
જીવન વીતી ગયું માત્ર પોતાનું જ વિચારવામાં.
જીવન વીતી ગયું માત્ર અર્થની જ દોડધામમાં.
ના કદી કામ કર્યું પરોપકારનું માનવતા લાવીને,
જીવન વીતી ગયું માત્ર મોજશોખ પૂરા કરવામાં.
ના થઈ શક્યું હરિભજન કે સંગત કદી સંતની,
જીવન વીતી ગયું માત્ર માયાના કેવાં વળગણમાં!
ના ઠારી શકાય આંતરડી માતપિતાની ભાગદોડે,
જીવન વીતી ગયું માત્ર મતભેદને કોઈ પારખવામાં .
પાથેય પરભવનું ના બાંધી શકાયું લેશમાત્ર કદી,
જીવન વીતી ગયું માત્ર સગાસંબંધીની સરભરામાં.
*ચૈતન્ય જોષી પોરબંદર. '* *દીપક '*
?????????