*નિયમ*
કુદરતનો નિયમ એ જ કે બદલાતા રહેવું જરૂરી છે,
બદલાય ઋતુ, પ્રહર, દિવસ ને રાત તેવું જરૂરી છે...
છોડ પર આવે ફૂલ ..ને સમયાંતરે કરમાય,
પણ. .નવા ફુલનું સ્વાગત કરવું જરૂરી છે.
રે... માનવ ! તે કેમ અપનાવ્યો આ નિયમ ?,
બદલાય છે જેમ પ્રહર એમ તારુંય બદલાવવું શુ જરૂરી છે ??
આપવા નવા મિત્રો ને આવકાર જિંદગીમાં
શુ જુના મિત્રોને તરછોડવા જરૂરી છે ?
કુદરત તો કાઢે છે બહાનું પાનખર ને વસંતનું
પણ તારે ક્યારે હોય પાનખર કે વસંત તે જાણવું જરૂરી છે ..
બદલાય અમુક "પલ" એવું ય બને...
પણ "યાદો" ની મૌસમ ન બદલાય એ જરૂરી છે....
પારુલ ઠક્કર "યાદે" + યોગી ઠક્કર "પલ"