*પાનખર*
બે વર્ષ વિત્યા હજુ એમની સાથે ને આ વિદાય ની વેળા આવી ગઈ.
ગુરુની જ્ઞાન નદીમાં ડુબકી લગાવી
ને જીવનને સાચી દિશા મળી ગઈ.
એમના પ્રેમ ની શું વાત કરો ગુસ્સામાં પણ શાંતિ મળી ગઈ.
આપના પ્રકૃતિ ના પીપળે શિતળ છાંયા મળી ગઈ.
આમ વસંતની શરૂઆતમાં આ પાનખર ક્યાંથી આવી ગઈ.
વિશાખા શાખા બની આવ્યા આપ
ફુલ ફળથી શાખ લચી ગઈ.
નર કહે આપની આ મૈત્રી
જીવનની સીખ બની ગઈ.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ