જેનાં દિવસો ને મળ્યો ન હોઇ તારો સંગાથ,એવી સાંજ નાં પોહર શું કામના?
ભર્યા ન હોઇ જેમા તારા શ્વાસ. દેહ માં ફરતા લોહી નાં વહણ શું કામના?
રમતા ન હોઇ સ્વપ્નો જયાં તારા,એવાં મારા નયન શું કામના?
મળે ન જેને તારા થકી પ્રશંસા..એવા ઉજળાવાન શું કામના?
ગુંજતો ન હોઇ જયાં તારા હાસ્ય નો સાદ..એવાં આલીશાન મકાન શું કામના?
વધી ન જાઇ તારા સ્મરણો થી,હૃદય નાં એવાં ધબકારા શું કામના?
ખરી ન જાઇ તારી એક એક ઈચ્છાઓ ઉપર,આભ નાં એવા તારલા શું કામના?
રાહ જોવો માં તારી વીત્યા ન હોઇ..મારા યુગો યુગો શું કામના?
ANV◆