Gujarati Quote in Religious by Kanha

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"હઠ"(મારી અંદરનાં માધવનેં મળવાની)

મારી અંદર રહેલાં માધવનેં,
મળવાની હઠ કરી બેઠી છું હું,
મારાં વ્હાલાં પ્રિયતમ નેં,
આમજ પ્રેમ કરી બેઠી છું હું.

મીરાં ના એ માધવનેં,
આહત કરી બેઠી છું હું,
પણ, જાણે અજાણે,
અલ્લડ આ હઠ કરી બેઠી છું.

ખબર છે મીરાં નાં માધવ છે એ,
પણ જીવતર નાં ઝેર ,
પી ને એને મુજ હૈયે,
આવકાર આપી બેઠી છું હું.

રાધાનાં પ્રેમી એ માધવનેં,
રાધા નાં વિરહ ની વ્યથિત,
વાત કરી બેઠી છું હું,
આમ કરી મારાં માધવનેં,
ફરિયાદ કરી બેઠી છું હું.

અંતરે વસતા મારાં માધવનેં,
અમસ્તો આમ સાદ કરી બેઠી હું,
એનાં ઐશ્વર્ય પર નાનકડો,
સવાલ કરી બેઠી છું હું.

એનાં અસ્તિત્વ નાં અનુભવે,
એનાં મિલન ની,
મીઠી હઠ કરી બેઠી છું હું,
આમ અનાયાસે,
એનેં મારાં આલીંગનમાં,
સમાવી બેઠી છું હું.

કળિયુગ નાં સમય માં પણ,
માધવનો હ્દયભાવ માણી બેઠી છું હું,
માધવની વાતોનો અવિરત,
આમ, શાસ્ત્રાર્થ કરી રહી છું હું.

સાધના,આરાધના,પ્રાર્થના કે વંદના,
માનવને મળવાની આ છે સંભાવના,
અંતરનાં માધવનેં એમાં સમાવવાની,
અટલ હઠ કરી ચુકી બેઠી છું હું.

મીરાં ના આ વ્હાલાં માધવનેં,
મીસ. મીરાં નાં માધવરુપે,
ઓળખાવાની અનોખી
હઠ કરી બેઠી છું હું.

મારી અંદર આવિર્ભુત માધવમાં,
આરોપાવાની હઠ કરી બેઠી છું હું.

મીસ. મીરાં

Gujarati Religious by Kanha : 111116982
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now