Gujarati Quote in Romance by Parmar Sagar

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રંગબેરંગી રંગો થી રંગવી છે તને,
ચાલ આવને થોડી હોળી રમીએ.....

બધા જ આપડા અણબનાવ
આ રંગો થી ચાલ ને ભરીને દૂર કરીએ,
ચાલ આવને થોડી હોળી રમીએ......

તું આવ તારા પ્રણયના રંગ લઈને
ને હું એવું મારા રંગીન રંગ લઈને,
ચાલ આવને થોડી હોળી રમીએ....

તું બન એક મારા મુસ્કાનનો રંગ ને
હું બનું તારા દુઃખો દૂર કરવાનો રંગ,
ચાલ આવને થોડી હોળી રમીએ.....

તું છે તો આ રંગીન છે હોળી
તું નથી તો આ બેરંગ છે હોળી...
ચાલ આવીને આ બેરંગ માં થોડી હોળી રમીએ.......

તારા દુઃખને મુજ સંગ રમુ હું હોળી,
તારા સુખનો હું હંમેશા થાઉં રંગ,
ચાલ આવને થોડી રમીએ હોળી....

તારા દરેક અશ્રુનો બનું હું રંગબેરંગી રંગ,
ને તારા સ્માઈલ નો બનું હું ગુલાબી રંગ,
ચાલ હવે તો આવી જ જા રમીએ હોળી....

"Happy Holi & Happy Dhuleti"

Gujarati Romance by Parmar Sagar : 111115661
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now