સંબંધ નો શણગાર
વાત તારી માની બધી,શરણે તારે આવી પ્રેમ માં, લબ્સ ઝુકી તારી સામે તે કાયર ન હતી સંબંધો આજીવન ટકાવા થોડી સંબંધ માં હારી મજાથી.
તારી વાત માં સુર પુરતી, તારા પડ્યા બોલ ઝીલતી તારી સાથે કદમ થી કદમ ભરતી ચાલતી,
પણ આજ દિલ ની સુણવી હતી.
તારી ચાહત માં લબ્સ અગન પંથે ચાલી નીકળી,દર્દ થી ભરેલી રાહ માં આંસુ દિલ માં દાબી જોગણ પ્રેમ જોગ લગાવી,જીવન ચાલી નિકળી.
તમે હતા દિલ માં તેના ,શ્વાસ લ્બ્સ નાં ને નામ તમારા પ્રેમ ના શણગાર સજી આ જોગણ તુજ ને પુરાવા આપવા ચાલી નિકળી.
નથી જોવાતી રાહ,તે હાંફતી લથડાતી,
સપનાં ને સાચા બનાવવા સજી શણગાર,
તારા નામ ના પ્રેમ જોગણ પ્રેમ પંથે ચાલી પડી.
તારા સ્મિત થી મોહી,તારી આંખો ના ઇશારા
શબ્દ માં શુણવા એક કદમ તારા નામે ભરી આ લબ્સ પ્રેમ પંથે ચાલી પડી.
કોરા કાગળ ને કલમ થી વાચા આપી,
શાયરી થી સજાવી મારા વાલીડા ,
બાવરી લબ્સ પ્રેમ કહાની માં વળાંક આપી,
જીંદગી સફર તારા નામ થી કાપવા માંડી,
આ જોગણ પ્રેમ પંથે ચાલી પડી.
શૈમી ઓઝા "લબ્સ"