આમ ને આમ દિવસો ગયા ને.....રોજ સાંજ પણ પડતી ગઇ:
શોખ મરતા ગયા એક એક કરીને.....જવાબદારી વધતી ગઇ:
સપનાઓ રૂંધાયા અને મુલાયમ.....હાથ ની રેખાઓ બળતી ગઇ:
પૈસા ને પરિસ્થિતિના ખેલ મા......સાલી જીંદગી ઢળતી ગઇ:
સારા કે સાચા હોવાની સજાઓ.....હર ઘડી ધડી મળતી ગઇ:
આ ન કરો પેલું ન કરતાં તેવી......બરાબર સુચના મળતી ગઇ,
રહેવું હતુ નાનુ અમારે પણ......ઉમર હતી કે વધતી ગઇ:
આમ ને આમ દિવસો ગયા ને...
જીન્દગી ની સાંજ પણ ઢળતી ગઇ...