લગ્નમાં હું જતો જ્યારે
જ્યારે
મનમાં થતો સવાલ ત્યારે
ત્યારે
વિદાયમાં બધા કેમ રડે છે.
રડવાનું હોય તો લગ્ન કેમ
કરે છે.
"મારી વહાલીને સાચવજો " એમ
કહેવાય છે.
તો પેલો શું એને હેરાન કરવા લઈ
જાય છે ?
ઉત્તર ના જડ્યો કેટકેટલી
પોથીઓ પઢયો.
સમજાયું બધુ જ્યારે હું દિકરીનો
બાપ બન્યો.