English Quote in Good Evening by Tushar Solanki

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાહ રે જીંદગી.....

રૂપિયાની ભુખ એવી લાઞી
કમાવવા નીકળી ગયા.
જ્યારે રૂપિયા મળ્યા ત્યારે
સંબંધો હાથથી જતા રહ્યા.
વાહ રે જીંદગી........

સંતાનો સાથે રહેવાનો
સમય ના મળ્યો અને
જ્યારે સમય મળ્યો ત્યારે
સંતાનો રૂપિયા કમાવવા
નીકળી ગયા.
વાહ રે જીંદગી........
જીંદગી ની અડધી ઉંમર સૂધી
રૂપિયા કમાવવા આ શરીરને
ખરાબ કર્યુ અને બાકી અડધી
જીંદગી એજ રૂપિયાને
શરીર સારુ કરવા વાપર્યા
અંતે ના શરીર રહ્યું
ના રૂપિયા.
વાહ રે જીંદગી વાહ....

સ્મશાન ની બહાર લખેલ હતુ...
મંજીલ તો તારી આજ હતી પણ
સમય નીકળી ગયો આવતા આવતા...
શું મળ્યું તને આ રૂપિયામાં
તારા એજ તને બાળી નાખ્યો
જાતા જાતા...
વાહ રે જીંદગી.......
- તુષાર સોલંકી

English Good Evening by Tushar Solanki : 111113268
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now