એનાં વદનમાં આજે પણ એજ તાજગી છે,
આ મારી કલ્પનાએ આપેલી બાતમી છે.
દુઃખમાંય જીવવાની આદત ઘણી છે એને,
ને તું કહે છે કે એનાં મનમાં માંદગી છે.
આખું જીવન કરે છે અર્પણ જે અન્ય માટે,
એનાં હૃદયમાં વૃક્ષો જેવી જ સાદગી છે.
ઈર્ષા કે પાપ જે રાખે ના કદી હૃદયમાં,
મારા મતે જગતમાં એ શ્રેષ્ઠ માનવી છે.
જીવનમાં એજ માનવ આગળ જઈ શક્યો છે,
જે માનવે અહીં ખુદની પીઠ થાબડી છે.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)