યાદ.....
નિરખ્યો તને તો સંગીત નો તાર ઝણઝણ્યો,
વાતો તારી હતી મજાની, લબ્સ ના દિલ ને કેવું હરી ગયો, યાદ છે તને........
જયારે મળ્યા હતા બે યુવાન હૈયા,
આંખો થી વાત હતી,હોઠ ચુપ હતા,
કેવી તે દિલ ની ફરિયાદ હતી દિલ થી યાદ છે તને.....
જીંદગી તો રંગીન બની ગઈ,તુજ નજર કેવી તે કમાલ કરી ગઈ,પળ માં તો આ પાગલ ને કેવી તે છીનવી તેને ખુદ થી તીર પ્રેમ ના ચલાવી, યાદ છે તને........
પાગલ ના હોઠ તને પુકારે,ને આંખો તે કેવી રડે તારી યાદ માં,દિલ નો ધબકાર રટણ કરે નામ તારું
આ દિવાની હોળી નાં રંગો થકી કેવી શોઘતી યાદ છે તને.......
વચનો તો સાથ રહેવાના આપી ગયાં,
જીંદગી ની જંગ માં અમે કેવા તે હાર્યા,
વચનો ના દિવસ ની હકીકત તમે સમજાવી ગયા આ પાગલ લબ્સ ને,યાદ છે તને.........
કેવો પ્રેમ રોગ લગાડી ગયો તું આ લબ્સ ને,
શોધતાં દવા તે તણાતી ગઈ પ્રેમ સમંદર માં,
તું વાતો થી આ સિંહણ લબ્સ નો કેવો શિકાર કરી ગયો યાદ છે તને........
શૈમી ઓઝા "લબ્સ"