Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુખ કે દુઃખને અભિવ્યક્ત કરે છે પ્રસંગ આપણો.
હર્ષ કે શોકની લાગણી મનમાં ભરે છે પ્રસંગ આપણો.

પરિસ્થિતિને અનુરુપ હોય છે આનંદ કે અફસોસ,
સારા પ્રસંગોએ ઉત્સાહ સંચારે છે પ્રસંગ આપણો.

સગા સંબંધી, મિત્રો, પ્રિયપરિવારજન કે આત્મીય,
સૌ સંગાથે સહકારથી કેવો શોભે છે પ્રસંગ આપણો.

નાનાં મોટાંના ભૂલી જઈ ભેદભાવને સૌ ઉજવે છે,
એકમેકના મતભેદ મૂકી નૈકટ્ય વધારે છે પ્રસંગ આપણો.

વધે છે પરિચય આપસમાં પ્રસંગોપાત મળવાનું થતાં,
માઠા પ્રસંગે ધીરજને હિંમત પૂરે છે પ્રસંગ આપણો.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111099725
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now