જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગમાયા જનમતી,
દંપતી સકળ પરિસ્થાપતિ,
ખમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ ગાતા રીયા,
અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા,
ઉજળાવાળી સધુ બાપલ બુટ બલાળ બેચરા,
ચોરાળ કુળમાં દેવ ચાપલ કાને સાવજ કર ધર્યા,
સુણી સાદ આવળ માતના રવિરાજ પણ થંભી ગિયા,
અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા...
નવ લાખ દળ લઈ ચડ્યો નવઘણ પ્રબળ ચારણ પોસિયા,
વરમંડ ધારી ઉદર વરવડી(વરૂડી) એ સાત સાગર સોસિયા,
જળમા કણમા પાર કેરા લોઢ દળ સમાઈ ગિયા,
અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા...
મોણિયાવાળી માત નાગલ રા ને અતિ સમજાવિયો,
નહિ માનતા જુના તણો જટપાટ લઈ પલટાવિયો,
કરમાલ કાગલ જો તળાજે રાજ વાજા રોળિયા,
અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા...
સરધારમા આઈ જીવણી પર ઝાર મનસુબો હતો,
થઈ સિંહણ બાકર શેખને સરધારમા ચિર્યો હતો,
ઉંધો પછાડીને પીર સ્થાપીયો અકળ પરચા આપીયા,
અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા...
ચોરીએ ચડેલ માત સોનલ કોડિયે રમતી હતી,
વરમાળ ફેંકીને વેગળી ગોપાલને ભજતી હતી,
જગજાળ તોડીને જોગણી બ્રહ્મચારિણી વ્રત પાળિયા,
અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા...
આ વસમો સમય આદ્યચંડી અમ ઘેર સૌ આવજો,
જીણ પેટ જન્મે શુદ્ધ ચારણ વખત એવો વરતાવજો,
સત્ કાગ આદિ કળિયુગમા વસીયુ ક્યા તમે,
અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા...