આંસુ નું સન્માન થયું છે..!
રગ રગ માં તોફાન થયું છે,
ત્યારે થોડું ભાન થયું છે.!
અધકચરી આ ઊંઘ વચ્ચે,
સપનું બહુ હેરાન થયું છે.
કાજળભીનો પંથ કાપતાં,
આંસુ ભીનેભાન થયું છે.
માછલીઓ ને રમવા માટે
પાણી નું મેદાન થયું છે.
હસતાં હસતાં રડી પડ્યાં ત્યાં,
આંસુ નું સન્માન થયુ છે..!