Gujarati Quote in Microfiction by aateka Valiulla

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"મેડમ, કાલ થી હૂઁ ભણવા નહીં આવ,બાપુજી એ કહ્યુ કે ભાઈ હવે બોલતો થઈ ગયો છે.. તો એને શાળાએ મુકવો પડશે...બાપુજી એ કહ્યુ કે મારે ભણી ને શું કામ છે..? મારે તો બીજાં ને ઘેર જ જવાનું છે ને પરણી ને તો મારે ભણાવા માટે ખોટો ખર્ચ શું કામ કરવો?..પણ મેડમ કાલ થી મારો લાલુ ભણવા આવશે..મેડમ એને તમે સરસ ભણાવજો.. મારા બા બાપુજી નું નામ ઉજ્જવળ કરે એવૂ..બાપુજી ના હાથ માં ઘણાં ઘાં પડી ગયા છે મજૂરી કરી કરી ને અને બા પણ રાત્રે બહુ થાકેલા દેખાઈ છે આજુબાજુ ના ઘરકામ કરી ને...તો તમે લાલુ ને એવૂ ભણાવ જો કે એ બા બાપુજી ની દરેક વિકટ પરિસ્થિતિઓ માં થી એમને બાહર લાવે..અને મેડમ તમે કેહતાં હતાં ને કે હૂઁ તો મારા બા બાપુજી ને દિકરો છું.. પણ એવૂ નથી. .બાપુજી કાલે કહેતાં હતાં કે હૂઁ તો પારકો ધન છું..થોડા દિવસ એમનાં પાસે રહીશ પછી જતી રહીશ.."

આટલું કહી નાનકડી લાલી મીઠુ સ્મિત આપી શાળા એ થી જતી રહીં.

Gujarati Microfiction by aateka Valiulla : 111086083
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now