Gujarati Quote in Story by Bhavesh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પબ-જી*ભાગ-4
*======= મીત ચૌહાણ ====*

પેલા પણ નિરાશ થઇ ગયા હોય તેમ બોલ્યા, ‘દિકરા.. જો તારે અમારી એક ઇચ્છા પુરી કરવી હોય તો મારા દિકરાને મોબાઇલની પબજી ગેમના વ્યસનથી છોડાવ....! તેની માનસિક હાલત ખૂબ ખરાબ બની ગઇ છે, સાઇકિયાટ્રીક ડોક્ટરે તેને ફરવા જવાનું... ગાર્ડનમાં તેના મિત્રો સાથે આઉટડોર ગેમ રમવાનુ અને મોબાઇલથી દૂર રાખવાનું કહ્યું છે... પણ હવે તેના મિત્રો પણ એવા ક્યાં રહ્યા છે કે આઉટડોર ગેમ રમે...! એટલે અમે અહીં આવ્યાં અને જોયું તો તેના જેવા યુવાનો બધા મોબાઇલમાં જ વ્યસ્ત છે... અમને ખબર નથી પડતી કે તેનું વ્યસન કેવી રીતે છોડાવું...? બેટા તું સારો છે કે તને મોબાઇલ ગેમનું કોઇ વ્યસન નથી અને તું સેવાનું કામ કરે છે, અને જો તારા જેવા બધા યુવાનો આ રીતે કામ કરશે તો આપણાં દેશના બધા યુવાનો દેશ માટે અને બીજા સાચી શક્તિ બનશે... અમને ગૌરવ છે તારા માતા પિતા માટે...!!’

આ સાંભળી પેલો યુવાન થીજી ગયો... અને તે પહોંચ્યો તેમનાથી થોડે દૂર બેસેલા તેમના દિકરા પાસે... તે એડિક્ટ હતો પબ-જી ગેમનો.... પેલા યુવાનને તો તેને સમજાવતા ખૂબ તકલીફ પડી... જો કે આખરે તેને સબ-જી ગેમની વાત કરી અને પેલા યુવાનને લાગ્યું કે નવી ગેમ મળશે એટલે તેને સમજાવી નવી ગેમ માટે તૈયાર કર્યો...

તેને આ સાંભળી મજા આવી અને તે ગેમ રમવા તે તૈયાર થયો.. જો કે આ યુવાનને હવે ખ્યાલ આવી ગયો હતો કે મમ્મી-પપ્પા કેમ ચિંતા કરે છે? કેમ મોબાઇલથી દૂર રહેવા સલાહ આપે છે? કદાચ, આ સમસ્યા તો અનેક વાલીઓની હશે...!!

આખરે તે ત્રીજી ઇચ્છા પુરી કરી તેના મમ્મી-પપ્પાના આશીર્વાદ લઇ પાછો ફર્યો...અને આ ત્રણ લોકેશનમાં ત્રણ લોકોની ઇચ્છા પુરી કરતાં કરતાં જિંદગીનું સત્ય સમજાઇ ગયું કે
*પૈસા ખૂબ મહેનત પછી જ મળે છે...* *પોતાના પરસેવાની કમાણી વેડફાય તો ઘણું દુ:ખ લાગે છે...* અને *પોતાના સંતાનો મોબાઇલમાં ગેમ એડિક્ટ બને છે તો તેના માતા-પિતાની શું હાલત થાય છે...*

અને તે પેલા અંકલ પાસે પહોંચ્યો ત્યારે પેલા અંકલ પણ નહોતા આવ્યા એટલે તેને ગેમ જીત્યાનો આનંદ થયો...

થોડીવાર પછી મણિકાકા આવ્યાં અને બન્નેએ પોતપોતાની વાત કહી...

જયંતિકાકાએ તો પેલા યુવાનને ‘વિનર’ કહ્યો...

જો કે તે યુવાને એટલું જ કહ્યું, ‘ થેંક્યુ અંકલ... આજે હું આ ગેમથી સમજ્યો છું કે વર્ચ્યુલ જિંદગી અને ખરેખર જીવાતી જિંદગી વચ્ચે કેટલો ભેદ છે...?’

તેના મોબાઇલમાં કેટલાય મેસેજ ટોન સંભળાતા હતા પણ તેને પોતાના મોબાઇલ તરફ જોયું પણ નહી.

‘તો તને કઇ ગેમ વધારે ગમી... પબ-જી કે સબ કે લીયે જીયો, સબ-જી...?’ મણિકાકાએ હસતા હસતા કહ્યું.

‘અફ કોર્સ... સબ-જી જ... અને હવે મારા મિત્રોને પણ આ ગેમ જ રમવાનું કહીશ... સર... મારું નામ છે...’ પેલો યુવાન પોતાનો પરીચય આપવા લાગ્યો..

પણ... મણિકાકાએ તરત જ કહ્યું, ‘ બેટા... તારા નામની કોઇ જરુર નથી... મારે મન તો તારા જેવા કેટલાય અનામી યુવાનો જે મોબાઈલ ગેમ એડિકટ છે તે આ ગેમ્સના વ્યસનોથી દૂર થાય તેવો જ આશય છે.’

અને તે યુવાન તેમનાથી દૂર ચાલ્યો...

ત્યાં જ જયંતિ બોલ્યો, ‘થોડા વર્ષો પહેલા કોઇ આવી રીતે તારા દિકરાને પણ કોઇ સમજાવી શક્યું હોત તો, તારા દિકરાનો જીવ મોબાઇલ ગેમમાં ન ગયો હોત... અને તે આજે જીવતો હોત અને આ યુવાન જેવડો જ હોત.....!!’

અને મણિકાકાની આંખમાંથી દડદડ આંસુ વહી ગયા..

Gujarati Story by Bhavesh : 111084194
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now