પેટપૂરતું પામવાને રઝળતાં બાળભિક્ષુઓ.
ટાઢો ટૂકડો મળતાં હરખતાં બાળભિક્ષુઓ.
ખાડો પેટનો પૂરવા એ ઘેરઘેર જઈ માંગતાં,
ક્યારેક અપમાન સહન કરતાં બાળભિક્ષુઓ.
વધ્યું ઘટ્યું કે અનાજ એંઠુંજૂઠું પામનારાંઓ,
ક્વચિત પાણી પીને સૂઈ જતાં બાળભિક્ષુઓ.
પ્રસંગોપાત પામી મિષ્ટાન્ન ભાંડુ કાજે લૈ જતાં,
કદી સ્વમાનને ગીરવે એ મૂકતાં બાળભિક્ષુઓ.
કોણ વાંચશે વેદના એની શિશુપનને ખોનારાં,
આમનેઆમ જીવન વીતાવતાં બાળભિક્ષુઓ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '