અક્ષરે અક્ષરે તારી હાજરી પરખાતી વાંચું જ્યાં કાગળ તારો.
વાંચતાં વાંચતાં આંખ પણ મલકાતી વાંચું જ્યાં કાગળ તારો.
શબ્દે શબ્દે સત્વ પ્રગટતું ભાવના અક્ષરદેહે જાય ઊભરાતી,
વિયોગમાં પણ હાજરી હો વરતાતી વાંચું જ્યાં કાગળ તારો.
પ્રેમ પદારથ પ્રગટતોને ઝાંખી તારા ઉરની સહજ થઈ જંપતી,
આંખ પણ હર્ષાવેશમાં કેવી ઊભરાતી વાંચુ જ્યાં કાગળ તારો.
પ્રતીતિ પ્રત્યક્ષ મુલાકાતની થતી દ્રષ્ટગોચર ચહેરો માસુમ તારો,
લીટીઓ કદી ઉરતારને ઝણઝણાવતી વાંચું જ્યાં કાગળ તારો.
ધડકન તડપનને વ્યથા વિયોગની અધિકત્તર બળવાન બનતી,
મનને એ બસ સર્વસ્વ થૈને પુલકાવતી વાંચું જ્યાં કાગળ તારો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '