પુરાવા માય છે...!!!
તોય જીવનથી મરણની લોક વાતો ગાય છે,
ભૂત-ભવિષ્ય,હાલ જીવન ક્યાં કદી સમજાય છે.
જ્યારથી છે જાગવાનું, ભાગવાનું ત્યારથી;
રોજ સ્વપ્નામાં હવે તો રાતવાસો થાય છે.
તન ટકાવી રાખવા માટે જરૂરી કેટલું ?
જેટલું ભ્રષ્ટાચરણથી લોક ખાયે જાય છે.!
જીવ શિવની હાજરીના તર્ક ચારેકોર છે,
શોધ ચાલે છે બહારે, ને પુરાવા માય છે.
તારા માટે ઝાડ છે ને લાગશે એ ઝાડવું,
મારા માટે પ્રાણવાયુ ને મધૂરી છાય છે.
-અશોક વાવડીયા