Quotes by Jenisha Agravat in Bitesapp read free

Jenisha Agravat

Jenisha Agravat

@jeniagravatgmailcom


ભગતસિંહની બેરેક સાફ કરનાર ભંગીનું નામ બોઘા હતું. ભગતસિંહ તેને બેબે (મા) કહીને બોલાવતા હતા. જ્યારે પણ કોઈ પૂછે કે, ભગતસિંહ, આ ભંગી બોઘા તારી બેબે કેવી રીતે બની ગયા? ત્યારે ભગતસિંહ કહે, કાં તો મારી માં મારું મળમૂત્ર ઉપાડી લે કે આ ભલા માણસ બોઘો. હું મારી બેબે (મા)ને બોઘેમાં જોઉં છું. આ ફક્ત મારી બેબે છે.આટલું કહીને ભગતસિંહ બોઘેને બાહોમાં લઈ લેતા.ભગતસિંહજી ઘણીવાર બોઘાને કહેતા, "બેબે (માં), મારે તમારા હાથની રોટલી ખાવી છે." પણ બોઘા પોતાની જ્ઞાતિને યાદ કરીને અચકાતા અને કહેતા, "ભગતસિંહ, તમે ઉચ્ચ જાતિના નેતા છો, અને હું નીચલી જાતીને છું, ભગત, તમે તેને છોડો, આગ્રહ ન કરો."સરદાર ભગતસિંહ પણ પોતાની જીદમાં મક્કમ હતા, ફાંસીના થોડા દિવસો પહેલા તેમણે જીદ કરીને બોઘેને કહ્યું હતું, "બેબે, અમે થોડા દિવસોના મહેમાન છીએ, હવે અમારી ઈચ્છા પૂરી કરો!"બોઘેની આંખોમાં આંસુ આવી ગયા. રડતી વખતે તેણે પોતાના હાથે બહાદુર શહીદ-એ-આઝમ માટે રોટલી બનાવી અને પોતાના હાથે ખવડાવી. ભગતસિંહે રોટલીનો ટુકડો મોઢામાં મૂકતા જ બોઘે રડવા લાગ્યા. "એ ભગતાં, એ મારા સિંહ, ધન્ય છે તમારી માતા જેણે તમને જન્મ આપ્યો છે." ભગતસિંહે બોઘેને પોતાના છાતીએ ચાંપી લીધા.આપણા બહાદુર સરદાર ભગતસિંહજી આવી વિચારસરણીના માસ્ટર હતા. પરંતુ આઝાદીના 76 વર્ષ પછી પણ સમાજમાં પ્રવર્તતી ભેદભાવની લાગણી દૂર કરવા ભગતસિંહે 88 વર્ષ પહેલાં જે કર્યું તે આપણે કરી શક્યા નથી.આ દેશ મહાન શહીદે આઝમને સલામ કરે છે.

Read More

બાળપણમાં ખુલ્લી અગાસી
પર સુતા હતા.... પણ
ફોટો પાડવાનો યાદ નહોતો આવ્યો...
ન તો પાણીપુરીનો ફોટો લીધો કે
ન તો બરફનો ગોલા
ચૂસવાનું રેકોર્ડિંગ કર્યું...
વગર એસી વાળી ટ્રેનમાં
શાક ને થેપલા,
સાથે પાણીની માટલી,
એના પણ ક્યાં ફોટા લીધા...
પણ... હા...
એક એક પળ બરાબર યાદ છે....
કારણકે કદાચ..
એ સમયે
તસવીરો દિલમાં છપાતી હતી,
કેમેરામાં નહી... હા
અને ઘડિયાળ જો હોય તોય
ફક્ત પપ્પા પાસે જ હોય...
પરિવાર પાસે ફક્ત સમય જ સમય હતો...
- જીજીવીષા

Read More

સવારે ઉઠ્યા તો સાંજે સૂવાની કોઈ ગેરંટી નથી,
રાતે સૂતા તો સવારે ઉઠવા ની કોઈ ગેરંટી નથી..
જોઈ લેજો આંખો ભરી ને પલક જબકાવ્યા વીના,,
હમણાં મળ્યાં ને પાછા ક્યારે મળશું કોઈ ગેરંટી નથી..
આપણું આયોજન તો છે આખું આયખું જીવવાનું ,,
પણ ક્યારે આવરદા પૂરી થાય કોઈ ગેરંટી નથી..
ભાગી ભાગી ને ભલે ભેગુ કર્યું હોય આખી જીંદગી,,
પણ એ ભોગવવા મળશે કે નહિ કોઈ ગેરંટી નથી..
લોહી ના સબંધ તો આપડા જ છે,
પણ કોઈ ખાસ મિત્ર મળે તો નિસ્વાર્થ સંબંધ બાંધી લેજો કોને ખબર કે
ફરી આ મિત્ર મળે કે નો મળે કોઈ ગેરંટી નથી..


-જીજીવીષા

Read More

ખજાના ખાલી થાય ત્યારે ખબર પડે વ્હાલા, કે બે ટાણાનુ ભેગુ કરવા કેટલુ ભટકવુ પડે છે…

-જીજીવીષા

‘મા’ તારા વગરની આવી દીવાળી,
રંગ વગરની રંગોળી ખાલી…


-જીજીવીષા

નફરતોના શહેરમા ચાલાકીનુ ઘર છે, અહી એ લોકો જ રહે છે જે તારા મોઢે તારા અને મારા મોઢે મારા છે.

-જીજીવીષા

મળીયે ત્યારે અઢળક લાગણીનો દેખાડો કરતા વ્યકતી પાસે એક ફોન કરીને હાલચાલ પુછવાનો સમય નથી હોતો અને આજ, આજના સમયની કળવી વાસ્તવીકતા છે…

-જીજીવીષા

Read More

ઘા ઘણો ઊંડો હતો, પણ દેખાતો નહોતો,
દિલ પણ ઘણું દુખતું હતું, પણ કોઈ સમજતું ન હતું,
પાછળથી બધા કહે છે કે અમને કહી શક્યા હોત,
પરંતુ જ્યારે પણ હું કહેવા માંગતો ત્યારે કોઈ સાંભળતું ન હતું…


-જીજીવીષા

Read More

શોખ જ નથી રહ્યો પોતાને સબિત કરવાંનો,
હવે તમે જે સમજો એ જ હુ છુ.

-જીજીવીષા

કોઈ પણ વ્યકિત સાથે વધારે લાગણી ના રાખવી,
આજનો માણસ રોજ સવારે નવી લાગણીઓ સાથે ઉઠે છે.

-જીજીવીષા