... ? *કેડી* ? ...
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
*તારી કેડીએ હું ચાલ્યો*
ડગમાગવતો રસ્તે ચાલ્યો,
તારી કેડીએ હું ચાલ્યો.
સંકટને વિચારો મુક્ત કર્યા,બંધન માંથી રજા લીધી.
ખુદનાં પાયા મજબૂત કરી,તારી કેડીએ હું ચાલ્યો.
સત્યને અસત્યમાં સમજણ કરી,
તારા સાથે ભગવાન મે પ્રીત કરી.
કાંટાઓથી લડી રહ્યો,સમયને પણ આજમાવતો રહ્યો,
ભાગ્ય સાથે વહેવાર ઓછો કરી,તારી કેડીએ હું ચાલ્યો.
મૃત્યુના ડરને કાઢી નાખ્યો,
ભરોસો તારા પર મૂકી રાખ્યો.
સબંધોની મોહ માયાથી બચ્યો,શ્રદ્ધાને અડગ મે રાખી.
તારા સાથે રહી ડરવું,એટલે જ તારી કેડીએ હું ચાલ્યો.
સત્ય ક્યારેય ખોટું ના થાય,
ખ્યાલ ખાલી હું આટલો રાખું.
રજવાડું જોઈ તને ના ભૂલું,જીવ છે ત્યાં સુધી તને ભજુ.
દુઃખ મને પાછો ના વળાવે,કારણ તારી કેડીએ હું ચાલ્યો.
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
ધવલ રાવલ
ચલાલા
TRUST ON GOD