સ્થિર મન સફળતાનું સોપાન છે.
હાલકડોલક હારતણું નિશાન છે.
સ્થિરતા મનની કૈં પણ કરી શકે,
બદલાતા નિર્ણયે જાણે નાદાન છે.
અડીખમ પર્વત શી અચળતા ,
સાચું સફળતા પામવા સુકાન છે.
મુસીબતોને મ્હાત કરીને ઝઝૂમે,
પામી વિજયને મેળવે સન્માન છે.
ના હો ચરણ ડગમગ પથિકનાં,
જબ્બર જીત એને આસાન છે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '