એક કલ્પના માત્ર.. ભાગ-2
એ ઘટના ક્રમ રોજબરોજ રાબેતા મુજબ ચાલતો રહ્યો..
એ દિવસો દરમ્યાન પંખી ના સુર નો એવો તે પ્રભાવ પડ્યો કે માનો એ નિર્જીવ વૃક્ષ ફરીથી જાણે સજીવ થવાં લાગ્યું. ફરીથી એ નિર્જીવ વૃક્ષ ઉપર નવી કૂપણો ફુટવાં લાગી પાંદડા ઓ આવવાં લાગ્યાં પુષ્પો ખીલવા લાગ્યાં અને મીઠા ફળો પણ આવવાં લાગ્યાં. એટલું જ નહીં પરંતુ હવે તો એ વૃક્ષ પર રંગબેરંગી પક્ષીઓ પણ આવીને કલરવ કરવાં લાગ્યાં હતાં. તો ત્યાં અમુક પક્ષીઓ એ એમનાં રહેઠાણ બનાવી લીધા હતાં. હવે એ વૃક્ષ અન્ય વૃક્ષોની જેમ સામ્ય હતું.
જેમ જેમ દિવસો વિતતા રહ્યાં એમ એમ પક્ષીઓ અને વૃક્ષ નો સમાગમ કંઈક અલગ જ ૠતુ નો પ્રારંભ કરી રહ્યો હતો.જાણે રણ માં ખીલ્યું ગુલાબ. આ સુંદર ઋતુની સૌ કોઈ મજા માણી રહ્યા હતા.હવે અન્ય પંખીઓ પણ એ પંખી ના સુર સાંભળી પોતાના સુર છેડી રહ્યાં હતાં.
પરંતુ સાચું કવ મિત્રો.. કંઇક તો અલગ વાત હતી એ પંખી ના સુરમાં એ અન્ય પંખીઓ થી ભિન્ન હતું. આ નિત્યક્રમ રોજબરોજ ચાલ્યા કરે છે. દિવસો વિતતા જાય છે. પછી અચાનક..
... અચાનક એક દિવસ પેલું પંખી જે સુરોનો સરદાર છે એ સૂર્યોદય ના સમયે આવ્યું જ નહીં. સમય વિતતો જાય છે અને સૂર્યાસ્ત થય જાય છે.પણ એ પંખી આવ્યું જ નહીં.
એમ બે.. ચાર.. દસ.. દિવસો વિતતા ગયાં વૃક્ષ રાહ જોતું રહે છે.
દિવસો વિતતા જાય છે વૃક્ષ ચિંતામાં સરી પડે છે. અને નિરાશ થઇ જાય છે. વૃક્ષ એ ડાળ પર ક્યારે પણ કોઇને બેસવા નથી દેતો કારણ કે એને આશા હોય છે કે આજે નહીં તો કાલે પણ ગમે ત્યારે એ પંખી ફરીથી આવશે. ક્રમશઃ
@અભિ / @ઓમ