બેતાબ દિલ મળી જાય તો સારું
દૂધ માં સાકર ભળી જાય તો સારું
અરમાનો મારા બહુ જીદે ચડ્યા છે
હવે એક મુલાકાત થઈ જાય તો સારું
સમંદર વ્હાલ નો દિલ માં ઉછળે છે
એક ખોબો તું પણ ભરી જા તો સારું
ખેલ નથી ખાવાના આ પ્રેમ ની રાહ છે
મિલન માટે અધિરી થઈ જાય તો સારું
'વ્હાશું' એ લખ્યો દસ્તાવેજ પ્રેમ નો
રુબરુ એક સહી કરી જા તો સારું