વાહ! ( માનવી )
સમય સમયે સમય બદલાતાં, માનવીના વહેવાર બદલાતાં.
શૈશવમાં માં માં કરતાં,આગળ પાછળ આંધળા થઈ ફરતાં.
મૈત્રી ભાવમાં મન મળતા, મન મુકીને મોજ મસ્તી કરતા.
પાંખ જવાની ની ફુટતા, દિવસે સ્વપ્નમા જીવન જીવતા.
જ્યારે પ્રેમમાં પડતાં,પલ ભરમાં પોતાના અઝીઝ ને ભુલતા.
લગ્ન બંધનમાં બંધાતા, માં બાપ ભાઇ બહેન ને વિસરતા .
સંતાન સુખ આવતા, કર્મ ના બોજથી તેવર નવા ચિત્રાતા.
ઘડપણમાં કોઈ દાદ ન દેતાં.છાને જઈ અંતરના આંસુ રોતા.
કસોટી કેવી પ્રભુ કરતા,કહે જ્યારે પુત્ર છતાં ઘરડા ઘર રહેતા.
કહે "નર" વાહ માનવી ! એવું કરૂં જન્મ દાતા ઠોકર ખાતા.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા, માંડવી.