રંજ

તું ખુલ્લી આંખે કોઈ નવા સપના
જોઈ તો જો...!
પુરા ના થાય તો શું !?
જીવંત રાખશે તને...! પછી...
રંજ તો ના રહે જીવનમાં કે સપ્તરંગી
જોઈ જ ના શક્યો...!!!

તું કંઈક નવું સાહસ જીવનમાં
કરી તો જો...!
સફળતા કદમ ના ચૂમે તો શું !?
નવી જાણકારી તો મળશે...! પછી...
રંજ તો ના રહે જીવનમાં કે કઈ નવું સાહસ
કરી જ ના શક્યો...!!!

તું ઉડવાની ઈચ્છા પુરી કરવા પ્રયત્ન
કરી તો જો...!
આકાશને ના પામી શકે તો શું !?
નવી પાંખો તો વિકસશે...! પછી...
રંજ તો ના રહે જીવનમાં કે કોઈ પ્રયત્નને
વરી જ ના શક્યો...!!!

તું કોઈના નિર્મળ સ્મિત નું કારણ
બની તો જો...!
તારા દુઃખ દૂર ના થયા તો શું !?
ખુશી મળશે તને પણ...! પછી...
રંજ તો ના રહે જીવનમાં કે કોઇને કંઈ
આપી જ ના શક્યો...!!!

તું ક્યારેક તો નિશ્ચિંત બની જીવન
જીવી તો જો...!
તારી ચિંતા દૂર ના થાય તો શું !?
હળવો થઈશ તું પણ...! પછી...
રંજ તો ના રહે જીવનમાં કે જિંદગી
જીવી જ ના શક્યો...!!!

Gujarati Good Morning by Shefali : 111066451
Shefali 8 year ago

આભાર અમિતા...

Amita Patel 8 year ago

બહુ જ સરસ રચના . .. પ્રયત્ન વગર નું જીવન વ્યર્થ..

Shefali 8 year ago

આભાર @ એસીપી અને @ તીર્થરાજ...

Shefali 8 year ago

Thank you @Hari...ha evu j pan Sacha khota ni samaj sathe and @ Tiya...

Shefali 8 year ago

આભાર @કમલેશ જી @ કેતન...

ABC 8 year ago

ઉત્તમ રચના !

Tiya 8 year ago

mast mast ...

હરિ... 8 year ago

wahh...saras..@di...etle je kam karvanu man thay e kari j devanu pa6i ranj na...evu j ne...??

Ketan 8 year ago

વાહહ સરસ

Kamlesh 8 year ago

ખુબ સરસ રચના

Shefali 8 year ago

આભાર અલ્કેશ...

Shefali 8 year ago

આભાર નિકુંજ...

Nikunj Panchal 8 year ago

ખુબ જ સરસ રચના છે......

Shefali 8 year ago

આભાર વિપુલ ભાઈ...

Shefali 8 year ago

ખૂબ ખૂબ આભાર રોહિત...જય જીનેન્દ્ર...જય શ્રી કૃષ્ણ

ધબકાર... 8 year ago

ખુબ સરસ રચના...રસધારામાં બીજા નંબર પર આવવા બદલ ખુબ ખુબ અભિનંદન...???...આમજ આગળ વધતા રહો...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now