નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ દ્વારા કાર્યરત રૈયાધાર ના સ્લમ વિસ્તાર ના ફ્રી એજ્યુકેશન ક્લાસ ના બાળકો અને તેમના વાલીઓ માટે ફ્રી ડેન્ટલ કેમ્પ નું આયોજન કરવા માં આવેલ.
જેમાં અંદાજે ૧૩૦ જેટલા બાળકો અને ૬૦ થી વધુ વાલીઓ એ આ કેમ્પ નો લાભ લીધેલો.
સેવાભાવી ડોક્ટર્સ ડૉ. આયુષી અમલાની, ડો. દેવ રાચ્છ, ડૉ. વિશ્વ આડઠક્કર એ સેવા આપેલી.
ચાલો સાથે મળી કોઇના સ્મિતનું કારણ બનીએ...