Gujarati Quote in Book-Review by Ashq Reshammiya

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાય, માતૃભારતી પર આ વાર્તા '' વાંચો


એક સમયે જરાક કામ અર્થે ભેમજી બાજુના ગામતરે ગયો.
કામથી પરવારીને એ ઘેર-ગામ આવવા નીકળ્યો. ચોરાથી થોડેક આઘે ગયો કે એણે ગામકૂવે નીર સિંચતી કન્યા જોઈ. નજરો કન્યાની નમણી કેડે અટકી. તરત જ પછી એના નાગણસમાં ચોટલે ઊતરી. ભેમજીને કંઈક થયું. અનાયાસે જ એ પેલી કન્યાને તાકી રહ્યો. કમખાની કમનીય કમાનસમી દોરી જોઈ એણે ચરણ ચાલું કર્યા. કમરની લચક ભાળી મોહાતુર બન્યો. પળમાં પ્રણયવિહવળ થઈ કન્યાની સન્મુખ થયો. યુવતીના મોહક મોં ને નજરે કર્યું. "આહ! કેવું અફલાતુન વદન!" પ્રણયાતુર મન બબડ્યું. આંખ ઠરી. હૈયું ઊછળ્યું. રોમ રવાડે ચડ્યા. જોબન સાત ઘોડલે સવાર થયું.
‎પાણી સીંચતી નવયૌવનાના વિખરાયેલ છતાં પરસેવાથી ઊઘાડી પીઠે ચોંટેલ જુલ્ફો, છાતીએથી સરી ગયેલ પાલવ અને પરસેવાથી નીતરતી ડોક આંખે કરી ભેમજીનું અસ્તિત્વ પ્રણયાતુર થયું.
https://www.matrubharti.com/book/19862516/

Gujarati Book-Review by Ashq Reshammiya : 111064494
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now