Gujarati Quote in Shayri by Komal Deriya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંભળ નખરાળી તારી યાદ આવે ને જયારે
ત્યારે હું ગઝલ લખુ છું...
મેઘધનુષ સમા તારા હાસ્યને માણું જયારે
ત્યારે હું ગઝલ લખુ છું...
'અનંત' તારી આંખોમાં ડુબી જવાનું મન થાય જયારે
ત્યારે હું ગઝલ લખુ છું...
તારા ગુલાબી ચહેરાને જોવા આંખો તરસી જાય જયારે
ત્યારે હું ગઝલ લખુ છું...
તારું 'જા હવે' સાંભળવા કાન અકળાય જયારે
ત્યારે હું ગઝલ લખુ છું...
મારી આસપાસ તારી 'ખુશ્બુ' અનુભવાય જયારે
ત્યારે હું ગઝલ લખુ છું...
તારો 'કોમલ' સ્પર્શ મારા ખભા પર વર્તાય જયારે
ત્યારે હું ગઝલ લખુ છું...
તારી ચટકતી ચાલે મારા દિલના તાર વિખાંય જયારે
ત્યારે હું ગઝલ લખુ છું...
'તું' બોલે ને દિલ દિમાગમાં ઠંડક અનુભવાય જ્યારે
ત્યારે હું ગઝલ લખુ છું...
તારા અતરંગી ગુસ્સાથી મન મારું ગુંચવાય જ્યારે
ત્યારે હું ગઝલ લખુ છું...
તને કહેતા દિલની વાત મારા શબ્દો અથડાય જ્યારે
ત્યારે હું ગઝલ લખુ છું...
સાચેજ નખરાળી આવે તારી મીઠી યાદ જ્યારે
ત્યારે હું ગઝલ લખુ છું...

P. K... ની વાત અને અનંત તારી યાદ...

Gujarati Shayri by Komal Deriya : 111064202
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now