" વ્યસન છોડો "
કવિતા...
તમે સિગરેટ છોડો ને તમે દારૂ પણ છોડો,
નહીં તો રોગ થવાના વેલા કે મોડા.
તમે પડીકી છોડો ને સિનેમા પણ છોડો,
તમે વ્યસન ને મૂળ માં થી મુકો.
અલ્યા ભાઈ વિધાથીઁ ને વળી વ્યસન કેવા,
તમે ભણવામાં મન ને લગાવો.
આપ્યા પાઠો વાંચીને તમે પાકા કરો,
નહીં તો પરીક્ષા મા થાશે ફજેતો.
તમે ખરાબ ભાઈબંધીથી બચતા રહો,
તમે સાચા નો સંગ ના છોડો.
તમે માતા પિતા ને ના દુભાવશો જરી,
તમે વિધાથીઁ ભાઈ બહેન સંપી ને ભણો.
ભાવના તમે સારા માણસ બની દેખાડો,
તમે પાળો આ નિયમ થોડા.........