માણસ હવે માણસ ને કૈ મળતો નથી
ને જો મળે,તો એ હવે હસતો નથી...
બેસી રહે છે 'ઇન્સ્ટા' ના જ ફળિયે,
કોઈ તમારા આંગણે જડતો નથી...
દેખાય છે એ 'ઓન લાઇનો ' ઉપર,
એકલો પડે; પણ એ સુનો પડતો નથી...
રોજે મઝા માને છે 'સેલ્ફી' હાથ લઈ,
એ 'સેલ્ફ' સિવાય, ચાહી પણ શકતો નથી...
મારી-તમારી સૌની છે આ સ્થિતિ
હો!.
માણસ હવે માણસ ને ઓળખતો નથી..!!