મર્મ
શું હું ખાળી શકું તારા મૌન મહીં છુપાયેલ મર્મ ?
ભલે હું જાઉં નિષ્ફળ,મને કોશિશ તો કરવા દે !
શું હું જાણી શકું તારી એકલતા મહીં છુપાયેલ મર્મ ?
ભલે મને ન સમજાય, મને તારી સાથે વાત તો કરવા દે !
શું હું જાણી શકું તારી અંદર દબાયેલી લાગણીઓનો મર્મ ?
ભલે મારી લાગણીઓ દુભાય, તારી લાગણી ઓ સમજવા તો દે ?
શું હું જાણી શકું તારા ચહેરા પર ની ઉદાસી નો મર્મ?
ભલે મને તકલીફ થાય, પણ તારા ચહેરા પર એક સ્મિત
તો લાવવા દે ?
ડૉ.સેજલ દેસાઈ
સુરત ?