મમ્મી મારી પ્રેમ ની ગાગર,
છે પપ્પા લાગણીનો સાગર.
બહેન મારી નદી લહેરાતી,
ગીત ગાનારો ગગન ગુંજાવે
ભૈલું મારો જાણે મોહંમદ રફી.
નાના માં નાની હું રમઝટ,
લાગુ સહુને વ્હાલી ઝટપટ,
લાડ કરાવું મન બહેલાવું,
સહુ ની પ્યારી પ્રેમ દુલારી,
નામ મારુ જિગલી નટખટ.
???????????