Gujarati Quote in Shayri by Dp, pratik

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ કહે શું કામનું સંબંધ બાંધી ને,
એક દી'જવાનું અંગે કફન ઢાંકી ને.

મોહ માયા છે જગ તણી ઝહેરીલી,
ફુલ વિના શું કામ નું ચમન વાવી ને.

મેં કહ્યું શું કામ નું દોહીલું જીવી ને,?
ખોટા ટાઢે ઠરવું ચાર પત્તા ઢાંકી ને.

મળે છે જગ માં સંબંધ માજા ના,
શા માટે પછી જીવવું હૈયું બાળી ને.

હૈયે હો'લાગણી તો હર કોઈ આપણા,
ના રહેવું ગૂંચવણમાં કદી ખોટું ધારી ને.

જન્મ મરણ તો સમય ના હાથમાં છે,
વચલા ચાર દાળા જીવ મોજ માણી ને.

માન્યું અહીં માનવ સરખા નથી હોતા,
તું જીવીલે સહુની સંગ ભોળા માની ને.

આવ્યું છે પૂર તારી આંખે જોરદાર,
ચાલ હસિલે થોડું'પ્રતીક'હૈયું ખોલીને.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111060127
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now