#AJJani
હદય
નાનું નમણું હ્રદય શું ? કહી અને કરી જાય.
પ્રથમ ધળકને સ્ત્રી ને માં નુ બિરુદ દઈ જાય.
પરિવારમાં નવા સંબંધોનું નામ કહીં જાય.
નાનું નમણું હ્રદય શું ? કહી અને કરી જાય.
ઘડપણમાં બાળપણ ફુલ ખીલવી જાય.
દુઃખ તા ઘુંટણીયે દોડ તા કરી જાય.
નાનું નમણું હ્રદય શું ? કહી અને કરી જાય.
શિશુના કાલા ઘેલા શબ્દો એ સ્મિત મુકી જાય.
હિલોળે ચડતુ હૈયું કંઈ કરવાની હિંમત આપી જાય.
નાનું નમણું હ્રદય શું ? કહી અને કરી જાય.
આંખે વીંધાય અને ધાયલ થઈ જાય.
પ્રણય ને નામે રાધે શ્યામ થઇ જાય.
નાનું નમણું હ્રદય શું ? કહી અને કરી જાય.
સ્નેહ સંગ પછી સવ ને વિસરી જાય.
જંજાળથી થાકી પોતાના સોધતો કરી જાય.
નાનું નમણું હ્રદય શું ? કહી અને કરી જાય.
કહે "નર" લાગે જ્યારે હદય ઘાત.
ઘાયલ કરી આધાત આપી જાય.
નાનું નમણું હ્રદય શું ? કહી અને કરી જાય.
હસતાં ચહેરા ને રડતાં કરી ને એકલા જાય.
ફરીથી પાછાં પ્રભુ ચરણે પોહચી જાય.
આપી આપીને વિરહ વેદના યાદ બની જાય.
નાનું નમણું હ્રદય શું ? કહી અને કરી જાય.
નારાયજી જાડેજા
11/12/2018
09:46