શું વગર કામની વાતો ના થઈ શકે!
શું વગર વાંકની માફી ના હોઈ શકે!
તારો ચેહરો જોવાનુ કારણ ના મળે તો ,
શું વગર કારણની સમજણ ના હોઈ શકે!
વાત ના કહેવા પાછળનું કારણ હિમ્મતની કમી જરૂરી તો નથી ને,
શબ્દો વગરની વાતોમાં તારી ચિંતા ના હોઈ શકે!
શું કામ વગરની વાતો ના થઈ શકે!....