*જિંદગી :*
*ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે...!!!*
ભરચક કામની વચ્ચે,
ઘરેથી ફોન કરીને કોઈ ‘ક્યારે આવે છે ?’ એવું પૂછે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
ગાલ પર પડતો ઉદાસીનો પહેલો વરસાદ,
કોઈ પોતાના પાલવથી લૂછે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
જ્યારે કોઈને કશું પણ કહ્યા વિના,
કોઈ આપણને પૂછે કે - "કેમ આજે ઉદાસ છે ?"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
જ્યારે હાથ પકડીને પાસે બેસીને કોઈ સમજાવે કે -
"તું મારા માટે 'ખાસ' છે !"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
સાંજ પડે સૂરજની જેમ આથમી ગયા હોઈએ...
અને ઘરનો દરવાજો 'દીકરી' ખોલે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
અંધારું ઊંચકીને ઘરે લાવીએ...
પણ રસોડામાંથી 'મમ્મી' નામનું અજવાળું બોલે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
જ્યારે ઉજાગરા વખતે કોઈ બાજુમાં બેસીને કહે- "ચાલ, હું તારી સાથે 'જાગું' છું..."
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
જ્યારે સેલ્ફી પાડીને કોઈ મોકલે,
અને પ્રેમથી પૂછે કે - "કેવી લાગુ છું ?"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
લોન ઉપર લીધેલી ખુશીઓના હપ્તા ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને -
"ભરાઈ જશે" એવું કહે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
ના પાડ્યા પછી પણ પરાણે એક પેગ હાથમાં પકડાવી,
કોઈ નજીકનો ખાસ મિત્ર "પીવાઈ જશે"
એવું કહે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
જ્યારે વર્ષો જુનો મિત્ર ફોન કરીને કહે કે -
"ચાલને યાર, એક વાર પાછા 'મળીએ'... "
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ,
ને આરતી ટાણે મંદિરમાં એક 'પ્રાર્થના' સાંભળીએ...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
બે ટંક અનાજ માટે ફૂટપાથ પર બેસીને,
'ફૂલો વેચતી' કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે !
હોસ્પિટલના ખાટલા પર 'મૃત્યુ સામે' તલવારો ખેંચતી,
કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે !!
"આ કવિતા વાંચીને,
તમારા ચહેરા પર 'સ્મિત' આવી જાય...
ત્યારે મને મારી જિંદગી *જીવવા જેવી* લાગે છે !!!"