ઘણીવાર ખુદની આસ્થા પ્રબળ કરવાની વાંછનામાં એકંદર આસ્થાનો પ્રભાવ ઓસરતો જાય છે. આસ્થા માત્ર વ્યક્તિગત અનુભાવો અને અનુભૂતિ પૂરતી સિમિત નથી, પરંતુ માનવગુણોને સ્પર્શતો સદાચાર છે. આસ્થાનું કોઈ ચોક્કસ વહેણ નથી કે નદીની જેમ એકજ દિશામાં સતત વ્હયા કરે. આસ્થાને અસ્મિતા સાથે સંબંધ નથી, પરંતુ તે સદભાવનાથી પ્રજ્વલિત રહે છે અને એનું સ્વરૂપ સમયાંતરે અને સ્થળ સ્થિતિ મુજબ બદલતું રહે છે. આસ્થા કે ઈમાન એક મૈત્રીભાવનું ઝરણું છે. #My Sir