પરિશ્રમ થી થાકેલ તન ને આરામ આપવા આવ તું,
મનસ્વી મન ના મણકા વિખેરી શાંત થવા આવ તું,
                 .....................આવ, લઉં તને મારી આગોશ માં  !!
વિચારો ની રત્નકર્ણિકાઓ ને સોનેરી સપનામાં પરોવવી નથી તને ?
ખરતાં તારાની વિશ કરવા ,તારા મઢ્યું રૂપલું આકાશ જોઈતું નથી તને ?
                .....................આવ, લઉં તને મારી આગોશ માં  !!
કોઈ તો દૂર કરો મારી આ ‘કાળી‘ અને ‘ડિબાંગ‘ ની બદનામી ની ટીલી !
હું “રાત !!! “ , સૌને ગાઢ નિદ્રા માં પોઢાડીને આપતી સવાર અજવાળી !
                .....................આવ, લઉં તને મારી આગોશ માં  !!