સળવળે સંવેદના પોકારે રોજ કલમને,
લખલુટ અનુભવ તો’ય મઠારે ભરમને.?!
મૃગજળની નદીઓ વહેતી રહે મંઝીલમાં,
હાંફ ભરી આશાઓ હલેસે હાંકું કરમને..
મંદ હવાએ તો પતંગો પણ ઉડે ખેલખેલમાં,
આંધીએ સ્થિર રહી નાથું પ્રકૃતિના નિયમને..
દુશ્મનો ના નસીબ જીવી રહી રોજ ગેલમાં,
ભૂલથી ના છંછેડ ઝંઝાવાત ભરી ચલમને..
મઝધારે છોડી નાસતા દોસ્તોની મહેફિલમાં,
મૌન રહી ખુદ ખોતરી રહી તાજા જખમને..
નજરકેદે વિતાવી જીંદગી પુરૂષ મહેલમાં,
દિલ જીગર બાળી જીવંત રાખું સ્ત્રી ધરમને..
પથ્થરની પ્રાણ-પ્રતિષ્ઠા કરી નાજુક દિલમાં,
સંધ્યા ‘આરતી’ ગુંજતી રહી પ્રેમના ભરમને!