માફ કરીને મને,
કર્યું મારું મન હળવું,
આપી એક મુકામ
રસ્તો બતાવ્યો આગળ વધવાનો,
મિત્ર બનીને રહેજે સાથે
ક્યારેય નહીં તોડું વિશ્વાસ તારો,
જવાનો માર્ગ એ જ રહેશે
પણ નવા મિત્ર ની સાથે,
હવે આગળ વધીએ
જૂની વાતો ભુલાવીને,
ગુમાવી ચુક્યો ઘણાને
પણ તું છોડીને જઈશ નહીં,
પ્રયત્ન હું કરીશ
તારો સાચો મિત્ર બનવાનો,
તારી પાસે માંગુ છું એક ચીજ
તારી મિત્રતા અને ભરોસો,
કદી ના થઈશ નારાજ મારાથી,
થાય કોઈ ભૂલ મારાથી,
ત્યારે કરજે મને માફ